382210
જેડલ ફાઉન્ડેશન દ્વારા તા. ૮ અને ૯ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન 'વસંત' એક્ઝિબિશનનું આયોજન
Ahmedabad, Gujarat:આની ખાસ વિશેષતા એ છે કે ગુજરાતની જુદી જુદી કળાઓના કારીગરોને પસંદ કરીને દરેક કળા માટે એક એવોર્ડ વિજેતા ઉત્કૃષ્ટ કારીગરને પસંદ કરવામાં આવ્યા છે. તેઓ દ્વારા બનાવાયેલ ઉત્પાદનોનું પ્રદર્શન-સહ-વેચાણનું આયોજન કરાયેલ છે. આનાથી આપણા ગુજરાતની પ્રાચીન કળાઓને પ્રોત્સાહન પણ મળે અને આપણા ગામડાની બહેનોને રોજગારી પણ મળે. એક્ઝિબિશન દરમિયાન વર્લ્ડ ક્લાસ ખૂબ જ ઉત્કૃષ્ટ ઉત્પાદનો રજૂ કરવામાં આવ્યા છે અને તેમાં બાંધણી, અજરખ, સૂફ, કાલાકોટન, ટાંગલિયા તેમજ કચ્છી ભરતકામનો સમાવેશ કરાયેલ છે. આ ઉપરાંત કચ્છી કારીગરોની કમ્યુનિટી "સુગરી" દ્વારા હાથ વણાટના કાપડમાં નેચરલ ડાઈંગ કર્યા બાદ કચ્છનું ભરતકામ કરવામાં આવે છે અને તેમાંથી ડિઝાઈનર વસ્ત્રો તૈયાર કરવામાં આવેલ છે. તેમજ "કલ્યાણી" ના ઉત્કૃષ્ટ ડિઝાઈનર વસ્ત્રો પણ પ્રદર્શિત કરવામાં આવેલ છે. અમદાવાદના કલા પારખુ અને કલા પ્રશંસક લોકો દ્વારા ખૂબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. પ્રાચીન કલા જીવંત રાખવાની અને ગામડાંઓને ધબકતા રાખવાની જેડલ ફાઉન્ડેશનની આ પ્રવૃત્તિ ખરેખર પ્રશંસનીય અને સરાહનીય છે.0
0
Report
380007
પેટ્રોલની પીડા
Ahmedabad, Gujarat:અમદાવાદમાં અફવાના પગલે પેટ્રોલપંપ પર લાગી લાંબી લાઈનો. ઠેર ઠેર પેટ્રોલ પંપ પર લોકોની મેદની ઉમટી પેટ્રોલ ભરાવવા માટે. લોકો પેનિક થઇને પહોંચી રહ્યાં છે પેટ્રોલ પંપ.0
0
Report
380007
ગુજરાતી સિનેમામાં નવો ઇતિહાસ, ભારતની પ્રથમ AI જનરેટેડ ગુજરાતી ફિલ્મ 'ધી ઇસ્કોન બ્રિજ'નું ટીઝર લોન્ચ
Ahmedabad, Gujarat:ગુજરાતી સિનેમા આજે એક અભૂતપૂર્વ સિદ્ધિ તરફ ડગ માંડી રહ્યું છે. વ્હાઇટ સ્ક્રીન મોશન પિક્ચર્સ, થિંકિંક પિક્ચર્સ લિમિટેડ અને GoSkripto દ્વારા નિર્મિત ભારતની પ્રથમ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) જનરેટેડ ગુજરાતી ફીચર ફિલ્મ 'ધી ઇસ્કોન બ્રિજ' નું ટીઝર આજે લોન્ચ કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ ટેકનોલોજીકલ ક્રાંતિ: આ ફિલ્મ વિશ્વના સૌથી અદ્યતન AI પ્લેટફોર્મ અને GoSkripto ના ખાસ 'GS2 AI મોડલ (વર્ઝન 2.0)' પર તૈયાર કરવામાં આવી છે. પાત્રો અને શૈલી: 'પેરાનોર્મલ થ્રિલર' શૈલીની આ ફિલ્મમાં કુલ 82 AI જનરેટેડ પાત્રો જોવા મળશે. હ્યુમન-AI સહયોગ: આ ફિલ્મમાં માત્ર વિઝ્યુઅલ્સ અને ઈમેજીસ AI દ્વારા બનાવવામાં આવ્યા છે, જ્યારે વાર્તા, સંવાદો, સંગીત (BGM), એડિટિંગ અને એટમોસ મિક્સિંગ જેવી બાબતોમાં માનવીય સ્પર્શ અને સર્જનાત્મકતા જાળવી રાખવામાં આવી છે. સત્તાવાર નોંધણી અને સંશોધન: ફિલ્મની વાર્તા અને ટાઈટલ ભારતીય સત્તામંડળો પાસે નોંધાયેલા છે. વધુમાં, વાર્તાની અધિકૃતતા માટે આ પ્રોજેક્ટ હાલમાં લો એન્ડ ફોરેન્સિક યુનિવર્સિટીના અવલોકન હેઠળ છે. રિલીઝ પ્લાન અને ફ્રેન્ચાઇઝી આ ફિલ્મ ઉનાળામાં (સમર - ૨૦૨૬) થીએટરમાં રિલીઝ થશે. ગુજરાત અને મુંબઈ ઉપરાંત આ ફિલ્મ યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને કેનેડા જેવા દેશોમાં પણ રિલીઝ કરવામાં આવશે. થીએટર રિલીઝ બાદ તેને OTT પ્લેટફોર્મ પર પણ મૂકવામાં આવશે. નિર્માતાઓએ આ પ્રોજેક્ટને ફ્રેન્ચાઇઝી મોડેલ તરીકે વિકસાવ્યો છે અને તેના બીજા ભાગનું લેખન કાર્ય પણ શરૂ થઈ ગયું છે. ટીમના મંતવ્યો ફિલ્મના લેખક અને દિગ્દર્શક ચેતન જે. ચૌહાણ જણાવે છે કે આ પ્રોજેક્ટ માનવીય નિર્ણયશક્તિ અને AI ની કાર્યક્ષમતાનો અદભૂત સંગમ છે. માનવીય સર્જનાત્મકતાએ ફિલ્મના ખ્યાલ અને લાગણીઓને આકાર આપ્યો છે, જ્યારે AI એ તેને વિઝ્યુઅલ સ્ટોરીબોર્ડ અને વિડિયો સિક્વન્સમાં પરિવર્તિત કરવામાં મદદ કરી છે.0
0
Report
Advertisement
380007
શ્રી કૃષ્ણના ભક્તિરંગમાં રંગાવા તૈયાર થઈ જાઓ, ભક્તિ ગીત ‘કાનો કામણગારો' થયું રિલીઝ
Ahmedabad, Gujarat:આજના આધુનિક યુગમાં પણ જ્યારે ભક્તિ અને સંગીતનો સમન્વય થાય છે, ત્યારે તે સીધું હૃદયને સ્પર્શી જાય છે. આવી જ એક સુંદર અને કર્ણપ્રિય ભેટ લઈને આવી રહ્યું છે તાજેતરમાંજ લોન્ચ થયેલા Avidan Productions હેઠળ નિર્માતા શિવાની કે. રાવલ દ્વારા પ્રસ્તુત નવું ગુજરાતી ગીત ‘કાનો કામણગારો’ આજે રિલીઝ થયું છે. આ ગીતમાં મુખ્ય કલાકાર તરીકે બાળ કલાકાર વિહાન રાવલ પોતાની કલાના કામણ પાથર્યા છે. આ સુંદર ગીતને જાણીતા ગાયક હિમાંશુ બારોટ એ પોતાનો મધુર અવાજ આપ્યો છે. ગીતના હૃદયસ્પર્શી શબ્દો કવિ સિદ્ધાંત ચરણ દ્વારા લખવામાં આવ્યા છે, જ્યારે સંગીતની સજાવટ ડીજે ક્વિડ (DJ Kwid) અને ગૌરવ ધોળા દ્વારા કરવામાં આવી છે. ગીતનું શૂટિંગ ઉચ્ચ ગુણવત્તાવાળા 4K અલ્ટ્રા HD ફોર્મેટમાં દ્વારકાના વિવિધ સ્થળે કરવામાં આવ્યું છે, જે દર્શકોને વિઝ્યુઅલ ટ્રીટ આપશે. ગીતનું સ્ક્રીનપ્લે અને દિગ્દર્શન મિલન જોષી દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં સહ-નિર્માતા તરીકે પ્રિતેશ રાવલ જોડાયેલા છે. ગીતમાં વિહાન રાવલની સાથે હેત રાવલ અને હિતાંશી અધિયા પણ જોવા મળશે. ફોટોગ્રાફી બિપિન સાઈ (સાઈ ફોટો સુરત) દ્વારા કરવામાં આવી છે. ભક્તિભાવથી સભર આ ગીત ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમીઓ અને સંગીત પ્રેમીઓ માટે એક અદભૂત નજરાણું બની રહેશે તેવી આશા નિર્માતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.0
0
Report
380007
શ્રી સદન-17 ખાતે ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી: કાઉન્સિલર શ્રી હિમાંશુભાઈ વાળાના હસ્તે ધ્વજવંદન
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરની શ્રી સદન-17 સોસાયટીમાં ૨૬ જાન્યુઆરીના રોજ ૭૭મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી હિમાંશુભાઈ વાળાના વરદ હસ્તે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી મેહુલભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. સોસાયટીના સભ્યો માટે SIR-૨૦૨૬ માં મેહુલભાઈ દ્વારા આપવામાં આવેલા અમૂલ્ય સહયોગ બદલ તેમનું હૃદયપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ સોસાયટીના બાળકોએ પોતાની અદભૂત પ્રતિભા પ્રદર્શિત કરી હતી0
0
Report
